Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ગુજરાતમાં કરોડોનો દારૂ ઠાલવવા માટે મહિને ૫૦ લાખનું ગોડાઉન ભાડુ અપાતુ

એક વખત શિકાર હાથમાંથી છટકવા છતા એસપી નિર્લિપ્‍ત રાયે હાર માનવાને બદલે બાતમીદાર નેટવર્ક બેવડાવી જોગીન્‍દર પાલને ઝડપી સંતોષ લીધેલઃ ગુજરાતમાં દારૂના ટ્રકો ઠાલવવા આડે જોરદાર સ્‍પીડ બ્રેકર મૂકવા માટે ઇતિહાસમાં પ્રથમવાર આશિષ ભાટિયા અને નીરજા ગીતરુના માર્ગદર્શન હેઠળ થતા પ્રયાસોની અતથી ઇતિ સુધીની કથા ડીવાયએસપી કે.ટી.કામારિયા અકિલા સમક્ષ વર્ણવે છે

રાજકોટ તા.૨૧: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં વર્ષોથી ઠલવાઇ રહયો છે તે વાત ઓપન સિક્રેટ જેવી છે, દારૂ વેચાણ કેવી રીતે થાય છે, પોલીસ દ્વારા થતી રેડનું સત્‍ય શું છ? એ બધી બાબતો કોઇથી અજાણ ન હોવા છતા આ કારોબાર કેમ ચાલે છે? તે કહેવાની પણ જરૂર નથી, આવી પરિસ્‍થિતિ વચ્‍ચે એક યુગમાં ડીજી વિજિલન્‍સ તરીકે જાણીતા સ્‍કોડનું નામ સ્‍ટેટ મોનીટરીંગ સેલ રાખવામાં આવ્‍યુ છે.

કાયદો વ્‍યવસ્‍થાનુઁ શાસન ઇચ્‍છતા સામાન્‍ય લોકોના સદનસીબે રાજયના મુખ્‍ય પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા જેવા સ્‍વચ્‍છ છબી ધરાવતા અધિકારી નીચે સ્‍ટેટ મોનીટરીંગ સેલ છે, બીજી સારી બાબત આ વિભાગમાં એડી.ડીજી પદે નીરજા ગોટ્ટરું છે, પરંતુ આમ છતા તેની અમલદારીમાં કૈક ખૂટતુ હોય તેવું લાગતુ હતું, રાજય સરકાર પણ હવે આ બાબતે ગંભીરતાથી વિચારતી હતી, દરમિયાન ડીવાયએસપી તરીકે મૂળ સૌરાષ્‍ટ્રના મોરબી પરિવારના સુખી સંપન્ન પરિવારના કે.ટી.કામારિયા મુકાયા, ટીમ બનવા લાગી, હવે ટીમ ફૂલ પ્રુફ બનાવવા રાજય સરકાર હુેકમનો એકો ઉતરી અને એસપી તરીકે ખૂબ કડક, સ્‍વચ્‍છ છબી  અને પ્રજાને પીડનાર અપરાધી ગમે તેવો ચમન બંધી હોય તેને કાયદાનું ભાન આગવી ઢબે કરાવતા હોવાનું આખા ગુજરાતના ગુનેગારો જાણતા હોવાથી તેના નામ માત્રથી ધ્રુજી જાય છે.

શ્રી નિર્લિપ્ત રાય દ્વારા આખી સિસ્‍ટમનો અભ્‍યાસ કરી જયાંથી દારૂ સપ્‍લાય થાય છે તેવા રાજયના બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરી અને બાતમીદારોનો જાલ બિછાવી

દરમિયાનમાં ગુજરાતમાં જે દારૂ ઉત્તર છે તેવા ઘણાને સકંજામાં લીધા દરમિયાન હરિયાણાથી ગુજરાતમાં અંદાજે ૫૦૦ કરોડનો દારૂ જોગિંનદર પાલ દ્વારા ઉતરે છે તે બાબત ધ્‍યાને આવી, તેની ગુન્‍હાહિત કુંડળી મંગાવી તો ૨૭ ગુન્‍હામાં વોન્‍ટેડ હોવાનું ખુલ્‍યુ, તેને પકડવા ખાસ ટીમો હરિયાણા મોકલી પરંતુ ટીમ ફાવી નહિ પરંતુ શ્રી.નિર્લિપ્ત રાય હાર માને તેવા ન હતા, બાતમીદારો વધુ સજાગ કરાયા અન ેમધ્‍યપ્રદેશ મહારાષ્‍ટ્ર બોર્ડર પર જોગીન્‍દર પાલ હોવાની બાતમી આધારે ખાસ ટીમો ત્‍યા રવાના કરવામાં આવી અને હાથમાં આવી ગયો.

ઘણા લોકોન સવાલ થાય છે કે આખરે જોગીન્‍દર પાલ છે કોણ? તો જણાવીએ કે તે હરિયાણામાં સરકાર દ્વારા અપાતા દારૂના ટેન્‍ડર ભરે, જરૂરિયાત કરતા અનેક ગણી દારૂ ખરીદે, આ દારૂ કેટલો હશે તેની ગણતરી આ એક વાત પરથી થશે. નિર્લિપ્ત રાય ટીમના મહત્‍વના અધિકારીને મળેલ માહિતી મુજબ, હરિયાણામાં દારૂ સાચવવા માટે જોગીન્‍દર પાલ ૫૦ લાખનું માસિક ભાડું ચૂકવતો હતો, આવી છે સ્‍ટેટ મોનિટરીંગ સેલના શ્રી નિર્લિપ્‍ત રાય ટીમ દ્વારા પકડાયેલ જોગીન્‍દર પાલની કથા

એક આડ વાત ગુજરાતમાં તેનો મેઇન મદદગાર વિનોદ સિંધી હોવાનું બહાર આવતા સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દુબઇ નાશી ગયો હોવા છતા શ્રી નિર્લિપ્ત રાય ટીમે ઇન્‍ટરપોલ મદદથી ઝડપી લીધેલ.

(12:08 pm IST)