Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેનનો જન્‍મદિન

રાજકોટ : ભારતના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલનો જન્‍મ ૧૯૪૧ ના વર્ષની ર૧ નવેમ્‍બરે થયેલ. આજે ૮રમાં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે.

મુળ મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના ખરોડ ગામના વતની શ્રીમતી આનંદીબેન વિદ્યાર્થી કાળથી જ નેતૃત્‍વના ગુણ ધરાવે છે. શાળામાં તેમને રમતગમત ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ બદલ વીરબાળા પુરસ્‍કાર મળેલ અમદાવાદની મોંધીબા કન્‍યા વિદ્યાલયમાં ૩ દાયકા સુધી શિક્ષિકા તરીકે સેવા આપેલ રાજયસભા સભ્‍ય, ભાજપ, મહિલા મોરચાના પ્રમુખ ઉપરાંત સરકારમાં દોઢ દાયકા સુધી શિક્ષણ, માર્ગ મકાન, મહેસુલ શહેરી વિકાસ વગેરે વિભાગોના કેબીનેટ મંત્રી પદે રહી ચુકયા છે. ર૪ મે ર૦પ૪ થી ૬ ઓગસ્‍ટ ર૦૧૬ સુધી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી તરીકે તેમણે ફરજ બજાવેલ. મુખ્‍યમંત્રી પદેથી નિવૃત થયા બાદ પહેલા મધ્‍યપ્રદેશમાં અને હાલ ઉતરપ્રદેશમાં રાજયપાલ તરીકે કાર્યરત છે. બે રાજયમાં રાજયપાલ બનનાર તેઓ એક માત્ર ગુજરાતી મહિલા છે.

ફોન નં. ૦પરર-રર૩૯૪૮૮.

(11:44 am IST)