Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ઓહોહો... ગુજરાતમાં ૧૦૦ વર્ષથી વધુ વયના ૧૦,૦૦૦ થી વધુ મતદારો : ૧૮-૨૯ વયના ૧.૧૫ કરોડ

માત્ર અમદાવાદ જીલ્લામાં સદી વટાવનાર ૧૫૦૦ વોટર્સ

નવી દિલ્હી, તા.૨૧: ગુજરાત રાજયના ચુંટણી પંચે શનિવારે ગુજરાતનો વોટર પ્રોફાઇલ રીલીઝ કરતા કહ્નાં કે ચુંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે સીનીયર સીટીઝન માટેની ખાસ તૈયારીઓ બાબતે અધિકારીઓઍ કહ્નાં કે ગુજરાતના ૧૦૪૬૦ મતદારો ૧૦૦ થી વધારે વર્ષની વય ધરાવે છે. અમદાવાદ જીલ્લામાં આ આંકડો ૧૫૦૦નો છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીઍ કહ્નાં કે મતદાર યાદી સુધારાયા પછી ગુજરાતમા ૪.૯૧ કરોડ મતદારો છે. જેમાંથી ૧.૧૫ કરોડ મતદારો ૧૮ થી ૨૯ વર્ષના વય જૂથના યુવાઓ છે.

ગુજરાતભરમાં ૨૯૩૫૭ પોલીંગ સ્ટેશન લોકેશન્સ (પીઍસઍલ) છે. જેમાં ૫૧૮૩૯ મતદાન મથકો ગોઠવાયા છે. જયાં સૌથી વધારે મતદાન મથકો છે ઍવા પાંચ જીલ્લાઓમાં અમદાવાદ (૫૬૧૦), સુરત (૪૬૩૭), બનાસકાંઠા (૨૬૧૩),   વડોદરા (૨૫૯૦) અને રાજકોટ (૨૨૬૪) સામેલ છે. સૌથી ઓછા મતદાન મથકોવાળા પાંચ જીલ્લાઓમાં ડાંગ (૩૩૫), પોરબંદર (૪૯૪), તાપી (૬૦૫), બોટાદ (૬૧૪) અને નર્મદા (૬૨૪)નો સમાવેશ થાય છે.

૪.૯૧ કરોડ મતદારોમાં ૨.૫૩ કરોડ પુરૂષો અને ૨.૩૭ કરોડ મહિલાઓ છે. સૌથી વધારે મહિલા મતદારો ધરાવતા જીલ્લાઓ અમદાવાદ (૨૮.૮૧), સુરત (૨૧.૯૪ લાખ), વડોદરા (૧૨.૭૨ લાખ), બનાસકાંઠા (૧૧.૯૭ લાખ) અને રાજકોટ (૧૧.૧ લાખ) છે. દાહોદ, નવસારી અને તાપી ઍ ત્રણ જીલ્લાઓમાં પુરૂષ કરતા મહિલા મતદારો વધારે છે. ગુજરાતમાં ૧૩૯૧ ટ્રાન્સજેન્ડર મતદારો છે. વડોદરા જીલ્લામાં તે સૌથી વધારે ૨૨૬ છે.

સૌથી વધારે યુવા મતદારો ધરાવતા જીલ્લાઓ અમદાવાદ (૧૧.૯૭ લાખ), સુરત (૧૦.૨૩ લાખ), બનાસકાંઠા (૭.૦૭ લાખ), વડોદરા (૫.૧૯ લાખ) અને દાહોદ (૪.૮૯ લાખ) છે.

અમદાવાદ જીલ્લામાં ૧.૩ લાખ મતદારો ૮૦ થી વધુ વયના છે અને ૧.૧ લાખ મતદારો ૮૦ થી ૮૯ વર્ષના વયજૂથના છે. ૧૮૪૪૪ મતદારો ૯૦ થી ૯૯ વર્ષના વયજૂથના છે જયારે ૧૫૦૦ મતદારો ૧૦૦ વર્ષથી વધારે વય ધરાવે છે. ૧૦૦ વર્ષથી વધુ વયના સોથી વધારે મતદારો ઍબીસબ્રીજમાં ૨૧૮ છે. જયારે સૌથી ઓછા નિકોલમાં ૩૬ છે.

(4:14 pm IST)