Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સુરતમાં આપના 10 હજાર નારાજ કાર્યકર્તાઓ રાજુ દિયોરાની આગેવાનીમાં મહાસંમેલન કરશે

આમ આદમી પાર્ટીના આગેવાનોએ પૈસા લઈ ટિકિટ વેચી હોવાનો આરોપ લગાવ્યો

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને આમ આદમી પાર્ટીમાં પણ અસંતોષનો ચરુ ઉકળી ઉઠ્યો છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં પણ ટિકિટ વહેંચણીને લઈને નારાજગી સામે આવી છે. આપ આગેવાનોએ પૈસા લઈ ટિકિટ વેચી હોવાનો આરોપ લગાવ્યા છે.રાજુ દિયોરાની આગેવાનીમાં 10 હજાર જેટલા આમ આદમી પાર્ટીના નારાજ કાર્યકરો આગામી સમયમાં મહાસંમેલન યોજશે. રાજુ દિયોરાએ અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઈટાલિયાને દેશ વિરોધી અને ગદ્દાર ગણાવ્યા. તેમજ ગુજરાતની ચૂંટણીમાં AAP આગેવાનોએ રૂપિયા લઈ ટિકિટ વેચી હોવાનો આરોપ પણ લગાવ્યો.

સુરતની કતારગામ બેઠક પર આપના પૂર્વ ઉપપ્રમુખ રાજુ દિયોરાએ કેટલાક કાર્યકર્તાઓ સાથે AAPમાં અન્યાય થતો હોવાનો અને ટિકિટની વહેંચણીમાં અન્યાય કરવામાં હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે તેમણે કતારગામમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ

જો કે આપના યોગેશ જાદવાણીએ આ સમગ્ર વિરોધ ભાજપ પ્રેરિત હોવાનો આક્ષપ કર્યો છે. રાજુ દિયોરાએ ટિકિટ વહેંચણીમાં આરોપ લગાવ્યો છે કે 90 ટકા કાર્યકરો સાથે અન્યાય થયો છે અને ભાજપ-કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે અને જૂના કાર્યકર્તાઓને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. જોકે આ અંગે આપના સિનિયર નેતા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે 4 મહિના પહેલાં હોદ્દા ડિઝોલ્વ થયાં ત્યારથી રાજુ દિયોરા ઉપપ્રમુખ પદે રહ્યા નથી

 

(11:50 pm IST)