Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

રાજકોટમાં રાહુલ ગાંધીની સભા પૂર્વે કોંગ્રેસમાં મોટો ભડકો:અગ્રણી સહિત 100 કાર્યકરો ભાજપમાં જોડાયા

કૉંગેસ છોડી કાર્યકરો ફટાકડા ફોડી વાજતે ગાજતે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા:ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, ધનસુખ ભંડેરી અને બેઠકના ઇન્ચાર્જ જીતુ કોઠારી સહીતએ કોંગ્રેસ છોડી આવેલા કાર્યકરોને ભાજપમાં આવકાર્યા

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 21 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તે પૂર્વે જ રાજકોટ કોંગ્રેસના મોટો ભડકો થયો છે. જેમાં કોંગ્રેસ અગ્રણી સહિત  100 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ કાર્યકરો ભાજપના રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાના સમર્થનમાં જોડાયા છે. જેમાં કૉંગેસ છોડી કાર્યકરો ફટાકડા ફોડી વાજતે ગાજતે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, ધનસુખ ભંડેરી અને બેઠકના ઇન્ચાર્જ જીતુ કોઠારી સહીતએ કોંગ્રેસ છોડી આવેલા કાર્યકરોને ભાજપમાં આવકાર્યા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 21 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે. રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક-એક જન સભા સંબોધશે. રાહુલ ગાંધી 21 નવેમ્બરે બપોરે 1 કલાકે સુરત અને બપોરે 3 કલાકે રાજકોટમાં પ્રચાર કરશે

 

(11:46 pm IST)