Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

બનાસકાંઠામાં કોંગ્રેસને ઝટકો: જિલ્લા પ્રમુખ સહીત 250 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા

દિયોદરમાં ભરતસિંહ વાઘેલાને ટિકિટ ન મળતા જાગીરદાર સમાજના યુવાનો નારાજ

અમદાવાદ :ગુજરાત ચૂંટણી સમયે ફરી કોંગ્રેસને એક ઝટકો લાગ્યો છે. હવે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને નારાજ જાગીરદાર સમાજના કેટલાક આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. દિયોદર બેઠક પરથી જિલ્લો કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ટિકિટ માગી હતી.હજુ તો કોંગ્રેસ નામ જાહેર કરે તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર શિવા ભુરિયાએ ઉમેદવારી નોંધાવી દીધી હતી. ત્યારે ભરતસિંહ વાઘેલાની ટિકિટ કપાતા જાગીરદાર સમાજ નારાજ થયો અને આજે 200થી વધુ યુવાનોએ હાથનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

જાગીદાર સમાજના અગ્રણી ઉત્તમસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ દિયોદર તાલુકાનો સમગ્ર જાગીરદાર સમાજના અંદાજિત 200થી 250 યુવા કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. કેશાજીના સમર્થનમાં ભાજપમાં જોડાયા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે દિયોદરના રાજવી લક્ષ્મણસિંહે જાગીરદાર, રાજપૂત સમાજને આહ્વાન કર્યુ છે કે દિયોદર વિધાનસભા બેઠક પર કેશાજી ચૌહાણને જંગી બહુમતી સાથે જીતાડવા. તેના માટે મોટી સંખ્યામાં કેશાજીના સમર્થનમાં મતદાન કરવુ.

 

(11:22 pm IST)