Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

હાર્દિક અને અલ્પેશ સામે હોવાથી કોઇ ફર્ક નથી પડતો. :ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હશે: અશોક ગેહલોત

ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીએ સંદેશ આપ્યો :રોજગારી, મોંઘવારી જ અમારો મુદ્દો રહેશે. ભાજપને હાર દેખાય છે એટલે ડરી ગઈ છે

અમદાવાદ :  પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અમદાવાદ આવી પહોંચ્યા છે. ત્યારે તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતનું એક નિવેદન હાલ ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. તેઓએ કહ્યું કે હાર્દિક અને અલ્પેશ સામે હોવાથી કોઇ ફર્ક નથી પડતો. આ વખતની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હશે તેવો દાવો કર્યો હતો.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, અમારા વચનો જ લોકોને આકર્ષે છે. જીત બાદ વચનો પૂર્ણ કરવાના નિર્ણયો થશે. ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીએ સંદેશ આપ્યો છે. રોજગારી, મોંઘવારી જ અમારો મુદ્દો રહેશે. ભાજપને હાર દેખાય છે એટલે ડરી ગઈ છે. હાર્દિક અને અલ્પેશ સામે હોવાથી કોઈ ફર્ક પડતો નથી.

 

(10:07 pm IST)