Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

બે દિવસથી ગાયબ કૂતરાના CCTV ચેક કરતા દીપડાનો આતંક નિહાળી ચોંકી ઉઠ્યો પરિવાર

વલસાડના ઉમરગામ તાલુકાના કનાડુ ગામનો કિસ્સો

વલસાડના ઉમરગામ તાલુકાના કનાડુ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો દીપડો શિકાર કરતા સીસીટીવીમાં કેદ થયો હતો કનાડુના એક પરિવારનો 6 મહિનાનો સ્વાન છેલ્લા બે દિવસથી ગાયબ હતો. જેની શોધખોળ બાદ પરીવારજનોએ સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. હાલ પરિવારનો સભ્ય બનેલા સ્વાનના મોતને લઈ કનાડુનો એક પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

(10:04 pm IST)