Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ભરૂચઃ નર્મદા નદીની જળ સપાટી ઘટતાં શુકલતીર્થ મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ ઘટાડો

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં કારતકી પુર્ણિમા નિમિત્તે પાંચ દિવસનો ભાતીગળ મેળો યોજાય છે જેનો પ્રારંભ થઇ ચુકયો છે. ભરૂચ જિલ્લા સહિત આસપાસનાં જિલ્લાનાં લોકો પણ અહીં મેળામાં મ્હાલવા માટે આવે છે. જોકે વર્ષે આદિવાસી શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો હોય તેવું સામે આવ્યું છે જેનું એકમાત્ર કારણ નર્મદા નદીમાં ઘટી ગયેલા જળસ્તરનું છે

 

   બીજી તરફ મેળામાં આવતાં શ્રદ્ધાળુઓ માટે નર્મદા સ્નાનનું પણ અનેરૂં મહત્વ હોય છે. પરંતુ નર્મદાનો પટ સુકાઈ જતાં હવેશ્રદ્ધાળુઓને નર્મદા સ્નાન માટે પણ તકલીફ પડે તેવા દ્રશ્યો અહીં નજરે પડી રહ્યા છે.

(8:39 pm IST)