Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સુરતનો માનવતાને મહેકાવતો કિસ્સો: બ્રેઇનડેડ યુવતીએ કર્યું અંગદાન: 6 લોકોને મળ્યું જીવનદાન

સુરત:વેસુ રોડ પર બી.એમ.ડબ્લ્યુ કારની ડીકી પર પડી ગયા બાદ બે્રઇન ડેડ જાહેર કરાયેલી વેસુમાં રહેતી યુવતીની  કિડની, હૃદય, ચક્ષુ, અને લિવરનું દાન કરીને  છ વ્યકિતને નવ જીવન આપી માનવતા મહેકાવી છે. 

વેસુ રોડ પર એસ.ડી જૈન સ્કુલ પાસે સોમેશ્વર એન્કલેવ નજીક સ્વસ્તિક વિહાર એપાર્ટમેન્ટમાં રહેતી ૨૧ વષીૅય જહાનવી તેજશભાઇ પટેલ  તા.૧૭મીએ રાત્રે વેસુરોડ પર એરીસ્ટા બિંલ્ડીગ પાસે બી.એમ.ડબ્લ્યુ કારની ડીકી પરથી નીચે પડી ગઇ હતી. તેને માંથામાં ઇજાથી બેભાન થઇ જતા તરત સારવાર માટે  ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તા.૧૯મી તેને તબીબે બ્રેઇન ડેડ જાહેર કરીે હતીે. આ અંગે ડોનટ લાઇફના નિલેશ માંડલેવાલાને જાણ થતાં ડોનેટ લાઇફના સભ્યોએ ત્યાં પહોચી યુવતિના  પરિવારજનનોને અંગ દાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી યુવતિના પરિવારે અંગદાન આપવાની સંમતિ આપી હતી. 

અમદાવાદની હોસ્પિટલના તબીબની ટીમે સુરત આવીને  કિડની અને લિવરઓનું દાન સ્વીકાર્યું હતું. જયારે ચક્ષુનું દાન લોક દ્રષ્ટી ચક્ષુ બેન્કે સ્વીકાર્યું હતું. જોકે હૃદયના દાન માટે ગુજરાતની હોસ્પિટલમાં હૃદયના ટ્રન્સપ્લાન્ટના કોઇ પણ દર્દી ન હતા.જેથી મુંબઇની હોસ્પિટલના તબીબની ટીમ સુરત નવી સિવલ આવીને હૃદયનું દાન સ્વીકાર્યું હતું. 

(7:22 pm IST)