Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ઘાસ માટે કાલે ટીમ પંજાબ જશે ઘાસ ઉગાડે એને ખાસ વીજ જોડાણ

પીવાના પાણીનું આયોજનઃ કેબીનેટના નિર્ણયો જાહેર કરતા કૌશિક પટેલ

રાજકોટ તા.ર૧ : રાજય કેબીનેટની બેઠક આજે ગાંધીનગરમાં મળેલ-મહેસુલ મંત્રી શ્રી કૌશિક પટેલે જણાવેલ કે અછતની સ્થિતિની સમીક્ષા માટે આજે રજાનો દિવસ હોવા છતા કેબીનેટ બેઠક મળેલ. આખા વર્ષ માટે ૭ કરોડ કિલો ઘાસની જરૂર છે. પંજાબથી લાવવા માટેની જરૂરી કાર્યવાહી માટે કાલે રાજયમંત્રી વાસણભાઇ આહીરના વડપણમાં ટીમ પંજાબ જશે ગુજરાતમાં ખેડૂતો ઘાસ ઉગાડવા ઇચ્છે તો તેને ખાસ કિસ્સામાં વીજ જોડાણ અપાશે. આખા વરસ માટે પીવાના પાણીનું આયોજન થઇ રહ્યું છે. કોઇપણ હેતુ માટે પાણી ચોરી કરતા તત્વો સામે કડક પગલા ભરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે.

(3:49 pm IST)