Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પ્રોફેસરને મારવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના યુવા નેતા સામે ફરિયાદ:યુનિ.માં પ્રવેશ પ્રતિબંધ

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના સીનિયર પ્રોફેસરને કેબિનમાં ઘુસી લાફો મારવાની અને તોડફોડ કરી ગાળાગાળી કરવાની ઘટનામાં અંતે આજે મોડી રાતે યુનિવર્સિટીના પૂર્વ સીન્ડીકેટ મેમ્બર અને પૂર્વ સેન્ટ મેમ્બર સામે પોલીસ કેસ કર્યો અને એફઆઇઆર દાખલ કરવી છે. ઉપરાંત બંને યુવા નેતાઓ પર યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે.   

   અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલની ઘટના બાદ આજે શિક્ષણમંત્રી પર દબાણ વધતા અને ઘટનાએ સમગ્ર શિક્ષણ જગત તેમજ ભાજપ પક્ષમાં ચર્ચાનું જોર પકડતા યુનિવર્સિટીના કુલપતિને કડક કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો

(2:07 pm IST)