Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળી ખરીદીમાં ધાંધિયા :ખેડૂતોનો હંગામો :અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી

ઉદ્ધાતાઈભર્યું વર્તનના સામસામા આક્ષેપ :પોલીસ બોલાવી પડી

પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળી ખરીદીમાં ધાંધીયા થવાના કારણે ખેડૂતોએ હંગામો કર્યો હતો અને કેટલાક ખેડૂતોની મગફળીના સેમ્પલ રિજેક્ટના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા થોડીવાર માટે યાર્ડમાં સેમ્પલ લેનાર અધિકારી અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

  યાર્ડમાં સેમ્પલ લેનાર અધિકારીઓએ ખેડૂતો દ્વારા માર માર્યાના આક્ષેપ કરવામાં આવ્યા. તો બીજી તરફ ખેડૂતોએ અધિકારી પર ઉદ્ધતભર્યુ વર્તન કર્યાના આક્ષેપ કર્યા હતા. જેથી યાર્ડમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી

(10:11 am IST)