Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પેટાચૂંટણીમાં વોટર આઈડી કાર્ડ વિના રીતે કરી શકશો મતદાન ?: ચૂંટણીપંચે 11 ડોક્યુમેન્ટને માન્ય જાહેર કર્યા

મનરેગાનું જૉબ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસની પાસબુક, હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, પણ માન્ય ગણાશે

 

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાનાર પેટાચૂંટણી માટે રાજ્યના ચૂંટણી પંચે 11 ડૉક્યુમેન્ટ્સને માન્ય જાહેર કર્યાં છે. જે દેખાડીને મતદાતાઓ મતદાન કરી શકશે. જો મતદાતા પાસે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા ઓળખ પત્ર હશે, તો પણ તે મતદાન કરી શકશે.

ભારતીય ચૂંટણી પંચના આદેશ અનુસાર, ગુજરાતમાં 3 નવેમ્બરે અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે. મતદાન કરતાં સમયે મતદાતા આધારકાર્ડ, મનરેગાનું જૉબ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસની પાસબુક, હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, NPR સ્માર્ટ કાર્ડ, ઈન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડૉક્યુમેન્ટ, કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારીઓનું ઓળખ કાર્ડ અને સાંસદ-ધારાસભ્યો પોતાનું સત્તાવાર સરકારી આઈડી  રજૂ કરીને મતદાન કરી શકશે.

  8 વિધાનસભા બેઠકોમાંથી અબડાસામાં 3 અપક્ષ, મોરબીમાં 2 અપક્ષ, ધારીમાં 2 અપક્ષ અને એક યુવ જન જાગૃતિ પાર્ટીનો ઉમેદવાર છે. જ્યારે કરજણ બેઠક પરથી રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના ઉમેદવાર, ડાંગથી ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને એક અપક્ષ જ્યારે કપરાડાથી એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પત્રક ભર્યું છે.

ભાજપે અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીથી કિરીટ સિંહ રાણા, મોરબીથી બ્રિજેશ મેરજા, ધારીથી જેવી કાકડિયા, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણથી અક્ષય પટેલ, ડાંગથી વિજય પટેલા, કપરાડાઝી જીતુ ચૌધરીને મેદાનમાં ઉતાર્યાં છે.

ઉમેદવારોમાંથી 5 કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પણ છે. જેઓ રાજ્યસભા ચૂંટણી પહેલા રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા.પેટાચૂંટણીમાંકોંગ્રેસ તરફથી શાંતિલાલ (અબડાસા), ચેતન ખાચર (લીંબડી), જયંતિલાલ પટેલ (મોરબી), સુરેશ કોટડિયા (ધારી), મોહન સોલંકી (ગઢડા) કિરીટ સિંહ જાડેજા (કરજણ), સૂર્યકાંત ગાવિત (ડાંગ) અને બાબુભાઈ પટેલ (કપરાડા) બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

(11:11 pm IST)