Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં ઘરઘાટી 15જ દિવસમાં 6 લાખની મતા ચોરી રફુચક્કર

સુરત:શહેરના સિટીલાઇટ વિસ્તારની સંગમ સોસાયટીમાં રહેતા ડાઇંગ મીલના માલિકને ત્યાં ઘરની સાફ-સફાઇ કરવા 15 દિવસ માટે રાખેલો નોકર બે બેડરૂમના કબાટમાંથી રોકડા 6 લાખની મત્તા ચોરી રવાના થઇ જતા ઉમરા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

સિટીલાઇટ રોડ સ્થિત નુપુર હોસ્પિટલની ગલીમાં સંગમ સોસાયટી બંગલા નં. 39માં રહેતા ડાઇંગ મીલના માલિક રાધેશ્યામ રામકિશન ગર્ગ (ઉ.વ. 58) ની પત્ની અનીતાએ પરિચીત વિક્કીભાઇની ઓળખાણથી ઘરની સાફ-સફાઇ માટે 15 દિવસના 15,000ના પગારથી જ્યંતિ ઉર્ફે કમલેશ ખેતમલ ઓસ્વાલ (મૂળ રહે. દેસુગામ, તા. શેરગઢ, જિ. જોધપુર, રાજસ્થાન) ને ગત તા. 9 ઓક્ટોબરના રોજ નોકરી પર રાખ્યો હતો. કમલેશને રહેવા માટે બંગલાના પાર્કિંગનો રૂમ આપ્યો હતો. 

દરમ્યાન ગત રોજ ડાઇંગ મીલની માલિકની પત્ની અનીતા કામ અર્થે ગ્રાઉન્ડ ફ્લોરમાં ગઇ હતી અને ઘરઘાટી ગીતાબેન ન્હાવા ગયા હતા. તે દરમ્યાન ઘરમાં એકલતાનો ગેરલાભ લઇ બંગલાના પહેલા બેડરૂમની અલમારીમાંથી 50,000 અને લોકરમાંથી 5 લાખ તથા બીજા માળે બેડરૂમની અલમારીમાંથી 50,000 મળી કુલ 6 લાખની રોક્ડ મત્તા ચોરીને ભાગી ગયો હતો. 

(5:57 pm IST)