Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વડોદરા:નોકરીથી છૂટી ઘરે જતી મહિલાને બાઈક સવારે હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા:નોકરીથી છૂટીને ઘરે જતી મહિલાને બાઇક સવારે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે. છાણી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી બાઇક સવારની શોધખોળ હાથ ધરી છે.

નિઝામપુરાની સરદારનગર સોસાયટીમાં રહેતાં બાવન વર્ષના સંતોષબેન રમેશકુમાર શર્મા જીએસએફસીની હોસ્પિટલમાં આયા તરીકે કામ કરે છે આજે સવારે જીએસએફસી પાસે હાઇ-વે રોડ પરથી તેમનો મૃતદેહ મળી આવતા છાણી પોલીસને જાણ કરવામાં આવી હતી છાણી પોલીસે ઘટનાસ્થળે જઇ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતા એક બાઇક સવારે સંતોષબેનને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હતું. જેથી, પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:56 pm IST)