Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકનું કારસ્‍તાનઃ યુવતિના ગુપ્‍ત અંત બતાવવાની જીદ્દ પકડીને વીડિયો રેકોર્ડીંગ કરીને વાયરલ કરી દેવાની ધમકી

અમદાવાદ: સામાન્ય રીતે આપણે અવારનવાર એવી ઘટનાઓ જોતા હોઇએ છીએ કે જેમાં છોકરીઓને સોશિયલ સાઇટ્સ પરથી કરેલી ફ્રેન્ડશિપને કારણે ખરાબ અનુભવ થતા હોય છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદના રખિયાલની એક એવી જ ઘટના સામે આવી છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકની ધમકીથી ડરીને યુવતીએ સ્નેપચેટ પર વીડિયો કોલ કર્યો. જ્યાર બાદ આ યુવકે યુવતીને પ્રાઇવેટ પાર્ટ બતાવવાની જીદ પકડી. આ સાથે યુવતીએ લગ્નની પણ ના પાડતા યુવકે બ્લેકમેઇલ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા કંટાળેલી યુવતીએ પોલીસને ફરિયાદ કરી છે.

શહેરનાં રખિયાલમાં રહેતી એક 24 વર્ષીય યુવતી GLS કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરે છે. આ યુવતીને તેના ઘર જ નજીક રહેતા એક યુવકનો કડવો અનુભવ થતા તેના નાનાએ આ અંગે રખિયાલ પોલીસને અરજી આપી હતી. છેલ્લાં દસેક મહિનાથી આ યુવતીને ફૈઝલ ઉર્ફે બાબા નામના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો હતો. બાદમાં બંને એકબીજાને મળવા પણ લાગ્યા હતાં. સપ્ટેમ્બર મહીનામાં આ શખ્સે તે યુવતીને ફોન કરીને કહ્યું કે, “હું ફૈઝલ બોલું છું, તમે મારી સાથે વીડિયો કોલથી વાત કરો, જો વીડિયો કોલથી વાત નહીં કરો તો હું આપઘાત કરી લઈશ. જેથી ગભરાયેલી યુવતીએ તેની સાથે વાત કરી.

બાદમાં આ શખ્સે આ યુવતીને સ્નેપચેટ પર વીડિયો કોલ કર્યો અને પોતાના ગુપ્ત અંગો બતાવવાનું કહેતા યુવતીએ ગભરાઇને અર્ધ ગુપ્ત અંગ બતાવ્યું હતું. જેથી થોડાંક દિવસો બાદ આ યુવકની માતા અને નાની તે યુવતીના ઘરે આવ્યા હતાં અને યુવતી સાથે તેમના પુત્રનાં લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.

જો કે યુવતીએ તે યુવકના પરિવારજનોને ના પાડતા તે યુવક આવેશમાં આવી ગયો અને બાદમાં વીડિયો કોલથી કરેલી વાતમાં તે યુવતીએ દેખાડેલા અંગત પાર્ટને લઇ વીડિયો કોલ રેકોર્ડિંગ કર્યો હોવાનું કહ્યું. આ રીતે તે યુવતીને બ્લેકમેલ કરી હતી. જેથી તે યુવકે આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને જો લગ્ન નહીં કરે તો હું આપઘાત કરી લઇશ. તેમજ યુવતીને બદનામ કરી દેવાની પણ ધમકી આપતા યુવતીના નાનાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેથી આ સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:31 pm IST)