Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

અમદાવાદના ચાંદખેડાની અનન્‍ય સ્‍કૂલ 30 હજારથી વધુ ફી વસુલી રહી હોવાનો વાલીઓનો આક્ષેપઃ સીબીએસઇ માન્‍યતા ન હોવા છતાં પ્રવેશ

અમદાવાદ: ચાંદખેડાની અનન્ય સ્કૂલ વિવાદમાં આવી છે. શાળા 30 હજારથી પણ વધુ ફી વસૂલી રહી છે તેવો વાલીઓએ આક્ષેપ લગાવ્યો છે. અનન્ય સ્કૂલ FRC એ નક્કી કરેલી ફી કરતા પણ વધુ ફી વસૂલી રહી છે. શાળા છેતરપિંડી કરતી હોવાની વાલીઓ ફરિયાદ કરી રહ્યાં છે. મહત્વનું છે કે શાળાને CBSEની માન્યતા પણ પ્રાપ્ત નથી થઇ છતાં CBSEનું કહીને પ્રવેશ અપાવવાનો વાલીઓ દ્વારા શાળા પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

(5:21 pm IST)