Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સીએમ રૂપાણી આઠેય બેઠક પર કરશે પ્રચાર કેન્દ્રિય મંત્રીઓ પણ સભાઓ ગજાવશે

વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારમાં ભાજપ લગાવશે જોર

અમદાવાદ, તા.૨૧: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા અંતર્ગત સત્તાધારી પક્ષ અને વિપક્ષ તમામ એડી ચોટીનું જોર લગાવી દીધુ છે. નોંધનીય છે કે વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક આવતીકાલથી પ્રચારના શ્રીગણેશ કરશે. જયારે બીજી તરફ સીએમ રૂપાણી આઠેય બેઠક પર પ્રચાર કરશે. સીએમ રૂપાણી ૨૮ અને ૨૯ ઓકટોબરે સૌરાષ્ટ્રમાં જાહેર સભામાં જનમેદનીને સંબોધન કરશે. તેમની સાથે ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહેશે.ત્યારે બીજી તરફ સરકારના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ૨૯ અને ૩૦મી ઓકટોબરે ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે   ૨૩મી ઓકટોબરે ભાજપના સ્ટાર પ્રચારક કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની લીંબડી અને ધારીમાં ચૂંટણી પ્રચાર કરશે. નોંધુપાત્ર છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ૨૪-૨૫ ઓકટોબર અને ૩૦-૩૧ ઓકટોબરે સભાઓ કરશે.. તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તમામ દિવસ પ્રચારમાં જોડાશે.

(3:59 pm IST)