Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ઉંઝા તાલુકામાં તસ્કર રાઝ: સિક્યુરિટી ગાર્ડ વગરના એટીએમ મશીનને નિશાન બનાવી તસ્કરો સીસીટીવી સાથે ઉપાડી જતા ચકચાર: પોલીસે તપાસ હાથ ધરી

ઊંઝા:તાલુકાના દાસજમાં હાઈવે ઉપર રામભરોસે રહેલા સિક્યુરીટી ગાર્ડ વગરના સિન્ટીકેટ બેંકના એટીએમને તસ્કરોએ ટાર્ગેટ કરી રૃ..૧૩ લાખની રોકડ કેશ ભરેલુ એટીએમ મશીન તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર મશીન પણ ઉપાડી જતાં અંદાજે પાંચેક લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. પોલીસ ડોગ સ્કવોર્ડ, એફએસએલ સહિતની રૃટીન કાર્યવાહી સાથે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

ઊંઝા તાલુકાના દાસજમાં વર્ષોથી ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિર પાસે સિન્ટીકેટ બેંકની શાખા ભાડાના મકાનમાં કાર્યરત હતી. જેને હમણા થોડાક મહિનાઓ અગાઉ ભુણાવ રોડ હાઈવે ઉપર ટ્રાન્સફર કરી છે. બેંકનું એટીએમ પણ બેંકના સમયે ખુલ્લુ રાખવામાં આવતું હતું. બેંક સાથે એટીએમ પણ રાત્રે લોક કરવામાં આવ્યું હતું. જેને લઈને એટીએમ માટે સ્પેશ્યલ સિક્યુરીટી ગાર્ડની કોઈ વ્યવસ્થા નહોતી એવું માહિતી સાથે બેંક મેનેજર ઈરફાન મંડોરીએ વધુમાં જણાવેલ છે કે ગઈકાલે રાત્રિએ તસ્કરોએ એટીએમનું શટર તોડી અંદર પ્રવેશી રૃ.,૧૩,૨૦૦ની રોકડ ભરેલ સમગ્ર ચારેક લાખની કિંમતનુ એટીએમ મશીનની સાથે પચાસેક હજારની કિંમતની સીસીટીવી કેમેરાનું મુખ્ય ડીવીઆર મશીન પણ ઉપાડી જઈ તસ્કરો ફરાર થઈ ગયા છે. સંદર્ભે બ્રાન્ચ મેનેજરની ફરિયાદ અન્વયે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ પીઆઈ આર.એલ.ખરાડી ચલાવી રહ્યા છે.

(5:53 pm IST)