Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં બનાસ નદીમાં ચાલતી ખનન પ્રવૃત્તિમાં પોલીસે સાત ડમ્પરોને ઝડપી પાડયા

બનાસકાંઠા: શહેરના કાંકરેજ તાલુકામાં પસાર થતી લોકમાતા બનાસ નદીના પટમાં ખનિજ ચોરો દ્વારા ખનન પ્રવૃત્તિ અને રેતીની મોટાપાયે ચોરી કરવામાં આવતી હોય ખાણ ખનિજ વિભાગ દ્વારા રોયલ્ટી ચોરીને રોકવા માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ઉંબરી અને રાનેર ગામેથી બિનઅધિકૃત રીતે રેત બરીને પસાર થતા સાત ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા છે.

કાંકરેજ પંથકમાં બનાસ નદીના પટમાં રોયલ્ટી ચોરી અને ખનન પ્રવૃતિને રોકવા માટે ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર શક્તિદાન જે. ચારણ અને સુપરવાઈઝર કે.ડી. ડાભીએ વોચ ગોઠવી હતી. જેમાં રાનેર તેમજ ઉંબરી ગામેથી રોયલ્ટી પાસ પરમીટ વિના રેત ભરીને પસાર થઈ રહેલા સાત ડમ્પરને રોયલ્ટી ચોરી કરવા મામલે ઝડપી પાડવામાં આવ્યા હતા અને નદીમાં બિનઅધિકૃત ખનન કરતા એક હિટાચી મશીન સહિત કુલ .૫૦ કરોડની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી અને વાહનોને શિહોરી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યા હતા તેમજ ડમ્પર દીઠ રૃા. સાત લાખથી બાર લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેને લઈ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જોકે કાંકરેજ તાલુકામાં પસાર થતી લોકમાતા બનાસ નદીના પટમાં રાત દિવસ ખનન અને રેત ચોરી કરવાનું મોટાપાયે રેકેટ ચાલી રહ્યું છે અને ખનિજ ચોરો તંત્રની આંખમાં ધૂળ નાખીને સરકારી તિજોરીને કરોડો રૃપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ખનિજ ચોરો સામે કડક હાથે પગલા ભરવામાં આવે તે જરૃરી છે.

(5:52 pm IST)