Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

વડોદરાના હરણી-વારસિયા રોડ પર રખડતા ઢોરોનો આતંક: મુખ્ય માર્ગ પર ઢોરોનો અડ્ડો જામી જતા લોકોને હાલાકી

વડોદરા: શહેરના સૌથી વ્યસ્ત રોડ પૈકીનો એક હરણી વારસીયા રિંગ રોડ રખડતા ઢોરો માટેનો અડ્ડો બની ગયો હોય તેવી હાલત છે.

રોજ વિસ્તારમાં અને ખાસ કરીને મહાવીર હોલ થી લઈને પંચશીલ ત્રણ રસ્તા સુધી મુખ્ય રોડ પર કોઈ પણ સમયે ૧૦૦ થી ૧૫૦ ગાયો રખડતી જોવા મળે છે.કેટલીક ગાયો ડિવાઈડર પર અડિંગો જમાવીને બેઠી હોય છે.જે કોઈ પણ સમયે ડિવાઈડર પરથી કુદીને રસ્તા પર આવી જાય છે અને રોડ પરથી પસાર થતા વાહન ચાલકો માટે ખતરો પેદા કરે છે. રોડ પરથી રોજ હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે.રખડતા ઢોર તેમના માટે મોટો ખતરો બની ચુક્યા છે. રોડ પર ગમે ત્યારે તેના કારણે વાહન અકસ્માત થઈ શકે છે.

(5:41 pm IST)