Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

વડોદરામાં યુવકોને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રૂપિયા પડાવનાર પિતા-પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં યુવકોને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી  રૃપિયા પડાવતી લગ્ને લગ્ને કુંવારી યુવતી વિરૃધ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મકરપુરા વિસ્તારના એન્જિનિયર  સહિત બે યુવકો પાસેથી યુવતીએ લગ્નના બહાને સાત લાખ રૃપિયા પડાવી લીધા હોવાની વિગતો બહાર આવી છે.

અંગેની વિગત એવી છે કે, મકરપુરા લાલબહાદુર વિદ્યાલયની નજીક રહેતો જોગેશ બાલકૃષ્ણ કાલગુડે (..૩૪) તરસાલી વલ્લભ કોમ્પલેક્ષમાં ભક્તિ ઓટો પોઈન્ટ નામનું સર્વિસ સ્ટેશન ભાગીદારીમાં ચલાવે છે. જોગેશે વર્ષ ૨૦૧૨માં કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલય પાસે રહેતી ભાવિકા મગનભાઈ પરમાર નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ, લગ્નના એક મહિનામાં બંને વચ્ચે  છૂટાછેડા થઈ ગયા હતા.

(5:40 pm IST)