Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

રાજ્યમાં ફાયર સેફ્ટીના યોગ્ય અમલ મુદ્દે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી: તક્ષશિલા આર્કેડનો કિસ્સો ટાંક્યો

ફાયર સેફટી અંગે ઘણા પગલાં લીધા : આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરી :રાજ્ય સરકારે આપ્યો જવાબ

 

અમદાવાદ : રાજ્યમાં કાયદો માત્ર કાગળ પર રહે તે વ્યાજબી નહીં તેવી અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. ફાયર સેફટીની સુવિધા ના હોય તેવી જગ્યાઓએ સખત કાર્યવાહી થાય તેવી અરજદારની માંગણી છે. હાઈરાઈઝ બિલ્ડીંગ અને રાઈઝ બિલ્ડિંગ માટેના ધારાધોરણોમાં ફેરફારની જરૂરિયાત હોવાની પણ રજૂઆત છે. ઘટનામાં સુરતના તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની ઘટનાનો કિસ્સો પણ ટાંકવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે કોર્ટમાં નિવેદન આપ્યુ હતું કે સુરતમાં બનેલી ઘટના ને સરકાર ગંભીરતાથી લઇ રહી છે. ફાયર સેફટી એક્ટના અમલ બાબતે સરકારે ઘણા બધા પગલાં લીધા છે અને હજુ પણ મુદ્દાને ગંભીરતાથી લઈ સરકાર કાર્યવાહી કરી રહી છે. કોર્ટે આપેલી નોટિસને સરકારે સ્વીકારી છે. આવી એક બીજી પિટિશન અગાઉ પણ દાખલ થઈ છે એટલે બંન્ને પિટિશન ની સુનાવણી 10 તારીખે સાથે હાથ ધરવામાં આવશે ત્યારે આગામી દિવસોમાં લેવાનારા પગલા બાબત નો રિપોર્ટ રાજ્ય સરકાર 10 ઓક્ટોબરના રોજ કોર્ટમાં સબમિટ કરશે.

(12:19 am IST)