Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

પત્રકારત્વ અને સમાજ સેવા એ એક સિક્કાની બે બાજુઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાત મિડીયા કલબ દ્વારા આયોજિત ૧૩મા સ્થાપના દિન અને એવોર્ડ ફંકશન કાર્યક્રમને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયાઇ રૂપાણીએ કુદરતી આફતના સમયમાં ગુજરાત મિડીયા દ્વારા બજાવવામાં આવેલી સકારાત્મક ભૂમિકાની પ્રશંસા કરી હતી અને પત્રકારો છેવાડાના લોકો સુધી વિશ્વાસનિય માહિતી પહોંચાડતા રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પત્રકારત્વ એ લોકહિત માટે નોબેલ પ્રોફેશન છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકશાહીના ચોથા સ્તંભ – ચોથી જાગીર કહેવાતા પત્રકારોને સન્માનિત કરવાનો આ સમારોહ છે. સંદ્યશકિત અને પરિવારભાવના મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ૧૩ વર્ષ પહેલા આવા જ એક સપ્ટેમ્બર મહિનામાં જે બીજ રોપાયું હતું, તે અંકુરિત થઈને વિકસતું ગયું અને આજે તે ગુજરાત મીડિયા કલબ નામનું વટવૃક્ષ બની ગયું છે. પત્રકારોની, પત્રકારો વડે અને પત્રકારો માટે ચાલતી ગુજરાત મિડિયા કલબે સતત પત્રકારોના હિત માટે કામ કરતા રહીને પોતાની ફ્રેટરનિટીનો વધુ ને વધુ વિશ્વાસ સંપાદિત કર્યો છે. ગુજરાત પર તાજેતરમાં બે મોટી કુદરતી આફત- વાયુ વાવાઝોડું અને ભારે વરસાદ વખતે જે તે વિસ્તારમાં રહેલા લોકોને ભયની સ્થિતિમાંથી ઉગારવા માટેના સરકારના પ્રયત્નો, સાચી માહિતીની જાણકારી છેવાડાના માનવી સુધી રાઉન્ડ-ધ-કલોક પહોંચાડવાનું કામ મિડીયા જગતે કર્યુ તે પ્રશંસનિય છે. પત્રકારોએ રાજા રામમોહન રાય અને ગાંધીજીની સેવામય પત્રકારત્વના સંવાહક હોવાનું કયારેય ભૂલવું ના જોઇએ.ઙ્ખ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનારા વરિષ્ઠ પત્રકાર જયદેવભાઇ પટેલના યોગદાનની પણ તેમણે પ્રશંસા કરી હતી. સમારોહના ગેસ્ટ ઓફ ઓનર, ઓએનજીસી, અમદાવાદના એકિઝકયુટિવ ડિરેકટર અને એસેટ મેનેજર શ્રી દેબાશિષ બાસુએ ગુજરાત મિડીયા કલબના વાર્ષિક સમારોહ અને એવોર્ડ ફંકશન સાથે ઓએનજીસીના એક દાયકાથી પણ વધુ સમયના સહયોગનો ઉલ્લેખ કરીને મિડીયાના પ્રદાનને બિરદાવ્યું હતું તથા તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઙ્કઓએનજીસીનો ગુજરાત સાથેનો નાતો છ દાયકાથી પણ વધુ જૂનો છે અને વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશની ઓઇલ આયાત નિર્ભરતા ૧૦ ટકા દ્યટાડવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને પૂર્ણ કરવા માટે ઓએનજીસી ગુજરાતમાં તેની કામગીરી વધુ વેગવાન બનાવવા સજ્જ છે. ગુજરાત મિડીયા કલબના પ્રમુખ નિર્ણય કપૂરે સ્વાગત પ્રવચન કર્યું હતું અને કલબ દ્વારા પત્રકારોની પ્રોફેશનલ સ્કિલ્સ અપગ્રેડ કરવા માટે અનેક કાર્યક્રમો યોજાશે તેમ જણાવ્યું હતું. ગુજરાત મિડિયા કલબે ગુરુવારે નીચે મુજબના એવોર્ડ જાહેર કર્યાં હતા.-પ્રિન્ટ ન્યૂઝ રિપોર્ટ ઓફ ધ યર ઇન વર્નાકયુલરૅં શ્રી પ્રિતેષ ત્રિવેદી (દિવ્ય ભાસ્કર)-પ્રિન્ટ ન્યૂઝ રિપોર્ટ ઓફ ધ યર ઇન ઇંગ્લિશૅં શ્રી નિકુંજ સોની (અમદાવાદ મિરર)-ન્યૂઝ ફોટોગ્રાફ ઓફ ધ યરૅં શ્રી પ્રજ્ઞેશ વ્યાસ (ચિત્રલેખા)-ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટ ઓફ ધ યરૅં શ્રી અંકિત ચૌહાણ (ડી.ડી. ગિરનાર)-ઓનલાઇન સ્ટોરી ઓફ ધ યરૅં અભિષેક સિંહ રાવ (ધ આર્ટિકલ) -જયૂરિ રેકગ્નિશન એપ્રિશિયેબલ ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટૅં સિદ્ઘાર્થ જોશી (એબીપી અસ્મિતા)-લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડૅં શ્રી જયદેવભાઇ પટેલ (પીઢ પત્રકાર)

(3:45 pm IST)