Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સુરતના બે ભાગીદારે વિવર પાસેથી 17.64 લાખનું કાપડ ખરીદી પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી આચરતા ચકચાર

સુરત:બે ભાગીદારે બે દલાલ મારફતે લુમ્સનું કારખાનું ધરાવતા વિવર પાસેથી રૂ. ૧૭.૬૪ લાખનું ગ્રે કાપડ ખરીદી માત્ર રૂ. ૧ લાખનું પેમેન્ટ કર્યું હતું. જ્યારે બાકીનું પેમેન્ટ ચૂકવ્યા વિના બંને ભાગીદાર ભાગી છુટયા હતા. 

મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં સચીન પલસાણા રોડ રાજઅભિષેક  સીટી હોમ ડી-૩૫૫માં રહેતા પ્રદીપસિંહ રાજપાલસિંહ શેખાવત સચીન જીઆઇડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક પ્લોટના પહેલા માળે લુમ્સનું કારખાનું ધરાવે છે.

રીંગરોડ કોહિનુર ટેક્સટાઇલ માર્કેટ દુકાન નં. એ-૧૦૩૮માં અશોકા ટ્રેડીંગ કંપનીના નામે કાપડનો વેપાર કરતા ભાગીદારો દિવાકર અમરબહાદુર મિશ્રા (રહે. કોસાડ આવાસ, સુરત)- અરૂણ તિવારીએ દલાલો બીટુસિંહ અને સૂરજ ઉપાધ્યાય મારફતે પ્રદિપસિંહ પાસેથી ૨૧ જાન્યુઆરી, ૨૦૧૮થી ૧૦ ફેબુ્રઆરી, ૨૦૧૮ દરમિયાન કુલ રૂ. ૧૭,૬૩,૫૩૧નું ગ્રે કાપડ ખરીદયું હતું.

(5:09 pm IST)