Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કામધેનુ કંપની દ્વારા બનાવામાં આવતી દુધની પ્રોડકટ ઉપર અમુલનો સિકકો મારીને વેચાય છેઃ અર્જુનભાઇ મોઢવાડીયાના સરકાર ઉપર પ્રહારો

રાજકોટ, તા.૨૧: કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આજે એક પત્રકાર પરિષદ કરીને ભાજપ સરકારને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, હાલ જમીન માપણી કરતા મોટું કૌભાંડ અમૂલમાં થઈ રહ્યું છે. મોઢવાડિયાએ ભાજપના નેતાઓ સામે પ્રહારો કર્યા હતા.

મોઢવાડિયાએ ઉમેર્યું કે, પાછલા બારણે અમુલનું ખાનગીકરણ થઈ રહ્યું છે. કામધેનું કંપની દ્વારા બનાવામાં આવતી દૂધની પ્રોડકટ પર અમૂલનો સિક્કો મારીને વેચવામાં આવે છે. દૂધ મંડળીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અર્જુનભાઇ મોઢવાડિયા દ્વારા પૂર્વ મંત્રી સામે આક્ષેપ કરતા કહ્યુ કે તેમના કહેવાથી દૂધમંડળીઓમાં લાખોનું કૌભાંડ કરવામાં આવ્યું છે. સહકાર મંત્રી સાથે મળીને મોટું કૌભાંડ આચરી રહ્યા છે. અમૂલ પેર્ટનની સામે ભાજપની કામધેનું એન્ટરપ્રાઇઝની કંપનીને પરમીશન આપી દઇ કૌભાંડ આચરવામાં આવ્યું છે. ગુજરાત ખેડૂતો પર અત્યાચાર કરીને કામધેનુ એન્ટરપ્રાઇઝની કંપની બનાવામાં આવી છે. પશુ પાલકોને દૂધના પૂરતા ભાવ મળતા નથી. ૩ ગણા ભાવ સાથે કામધેનુ કંપનીને કામ આપવામાં આવ્યું છે. આ તમામ પ્રકારનું કૌભાંડ અમૂલના ચેરમેન સાથે મળીને જ કરવામાં આવી રહ્યું છે.(

(4:15 pm IST)