Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અમદાવાદ ના હેલી એન્ડ ચિલી બ્રાન્ડ એક દિવસમાં બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ

અમદાવાદ તા ૨૧ : અમદાવાદ સ્થિત હેલી એન્ડ ચિલી કાફે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે અને ભારતભરમાં પ્રિમિયમ કાફે ફ્રેન્ચાઇઝ આપે છે. કંપની ઇનેવેશનમાં ઉત્કૃષ્ટતા અને હાઇ કવોલીટી પ્રોડકટસ અને સર્વિસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૪ બ્રાન્ચીસમાં પુરી પાડે છે. બ્રાન્ડને હાઇજેનિક ઓથોરીટી ઓફ લંડન દ્વારા હાઇજેનિક સ્ટાન્ડર્ડ માટે પ્રમાણિત કરવામાં આવી  છે, જે એકમાત્ર એવી ્બ્રાન્ડ છે જે ભારતમાં સોૈથી એફોર્ડેબલ અને હેસલ ફ્રી કાફે કન્સેપ્ટ પ્રોફેશન ટ્રેનીંગ અને સેટ-અપ ધરાવે છે.

હવે સંસ્થા વધુ ગ્લોરી અને પ્રગતિ ખુદમાં લાવી રહી છે તેમજ ઇન્ડસ્ટ્રીઝમાં તેઓ એક જ દિવસમાં ર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તોડવા પ્રયાસ કરી રહ્યા છે.હેલી એન્ડ ચિલીના સીઇઓ અને ચેરમેન ચંદ્રેશ બાયડ તથા મેનેજીંગ ડિરેકટર અર્ર્પિત મહેતાએ જણાવ્યું હતું કે તા. રર ના કંપની ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તોડવાના બે પ્રયાસ કરશે જેમાં એક રેકોર્ડ માટેના પ્રયાસમાં તે વિશ્વની સોૈથી વિશાળ ફ્રેન્ચાઇઝ બનાવશે અને બીજા રેકોર્ડ માટેનો પ્રયાસ વિશ્વની સોૈથી વિશાળ ફ્રેન્ચ ફાઇશ ડિશ માટે બનવવાનો કરશે.

(2:44 pm IST)