Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અમદાવાદની જુદા-જુદા મલ્ટીપ્લેક્ષમાં આરોગ્ય વિભાગની ફ્લાઈંગ સ્કોર્ડનું ચેકીંગ :વાસી ખોરાક મળ્યો :ચીઝના નમૂના લીધા

 

    ફોટો arogya

અમદાવાદ:શહેરના જુદા જુદા મલ્ટીપ્લેક્ષ ખાતે આરોગ્ય વિભાગની ફ્લાઈંગ સ્કોર્ડે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બાપુનગર ખાતે આવેલી સીટી ગોલ્ડ સિનેમા, નિકોલની રાજહંસ સિનેમા સહિતની અનેક થીયેટરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

  અમદાવાદ વન મોલ ખાતે આવેલા સીનેપોલીસ મોલમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ વિભાગને એસ્પાયર થયેલું ફૂડ મળી આવ્યું છે. જેને લઈને નોટીસ પાઠવવામાં આવી છે. ચીઝના નમૂના પણ લેવામાં આવ્યા છે. જેને ચકાસણી માટે મોકલવામાં આવ્યા  હતા. જે બાદ તેના રીપોર્ટ આધારે તપાસ કરવામાં આવશે.

(12:23 am IST)
  • અમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST

  • અંબાજીમાં મેળાનો આજે ત્રીજો દિવસ : બે દિવસમાં કુલ ૬.૬૯ લાખ લોકોએ દર્શન કર્યા : અંબાજી તરફના માર્ગો પર 'જય અંબે'ના નાદ ગુંજ્યા : પદયાત્રીઓ ઉભરાયા : ૧૩૦થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવાયા : ૪ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા : એસટી નિગમ દ્વારા ૪ વિભાગમાંથી ૧૦૦૦ જેટલી બસ ગોઠવાઈ : બે દિવસમાં કુલ ૬.૬૯ લાખ યાત્રાળુઓએ દર્શન કર્યા : બે દિવસની કુલ આવક ૪૭.૯૪ લાખ થઈ access_time 2:48 pm IST

  • સુરેન્દ્રનગર નર્મદા વિભાગે આપેલી સિંચાઈ માટેની પાણીની ભૂગર્ભ લાઈનો તૂટી:ખેડૂતોનાં ખેતરો પાણી ભરાયા: નર્મદા સિંચાઈનું પાણી ખેડૂતોનાં ખેતર જતા પાકને નુકશાન:લખતર તાલુકાનાં ભાલાળા ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા:સિંચાઈનું પાણી વેડફાયું ખેડૂતો કરી સિંચાઈ વિભાગના જાણ : તંત્ર નથી ફરક્યું access_time 10:45 pm IST