Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

રાજપથ ક્લબના સ્વિમિંગ કોચની વધી મુશ્કેલી:નોટિસ જાહેર :પગલાં થશે નક્કી

રાજપથ ક્લબના સ્વિમિંગ કોચની વધી મુશ્કેલી:નોટિસ જાહેર :પગલાં થશે નક્કી

અમદાવાદ :છોકરીઓને પટ્ટાથી ફટકારનાર રાજપથ ક્લબના સ્વિમિંગ કોચની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. રાજપથ ક્લબે મીડિયા તેમજ અન્ય લોકોના વધતા દબાણથી કોચ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. હવે ક્લબ તરફથી નોટિસ જાહેર કરવામાં આવી છે કે, કોચ વિરૂદ્ધ કોઈને ફરિયાદ હોય તો 21મી સપ્ટેમ્બરના રોજ ક્લબમાં હાજર રહેવું જ્યાં કોચ સામે કેવા પગલા લેવા તે નક્કી કરાશે.

(12:20 am IST)
  • કર્ણાટક ભાજપે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર દેશદ્રોહીનો આરોપ લગાવ્યો અને ભગવા પાર્ટી વિરુદ્ધ લોકોને વિદ્રોહ કરવાની ટિપ્પણીને લઇને કાર્યવાહી કરવા માંગ કરી :પોલીસ વડા નીલમણી એન,રાજુને ફરિયાદપત્ર સોંપ્યો ;ભાજપ દ્વારા મુખ્યમંત્રી પર આરોપ લગાવી કાર્યવાહી કરવા માંગણી access_time 1:11 am IST

  • મહીસાગર:લુણાવાડાના લીંબોદ્રા ગામ પાસે મહીસાગર નદીમાં બે યુવકો ડુબ્યા:મહીસાગર નદી પાસે ઉભા રહી સેલ્ફી લેતી વખતે નદીમાં ડુબ્યા:1 યુવકને સ્થાનિક તરવ્યાની મદદથી જીવિત બહાર કાઢવામાં આવ્યો:1 યુવકની શોધખોળ ચાલુ. access_time 10:17 pm IST

  • અમરેલી જીલ્લાના જંગલમાં ૧૧ સિંહોના મોત પ્રકરણમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ : ગીર જંગલના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જમાં ૧૧ સિંહોના મોતની ગંભીરતાને લઇ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગીર પહોંચ્યાઃ ગુજરાત વન વિભાગના પીસીસીએફ વાઇલ્ડ લાઇફ અક્ષય સકસેના, વિજિલન્સ આરએલ મીના, સીસીએફ વાઇલ્ડ એસી પટેલ સહિતના અધિકારીઓ ધારીમાં અલગ અલગ જગ્યાએ ૬ બાળ સિંહ, ૩ માદા સિંહણ અને ર સિંહના મોત : ૩ બાળ સિંહના ઇનફાઇટમાં, ૩ના સારવાર દરમિયાન, ર બીમારીથી અને ૩ના ફેફસા અને લીવરમાં સંક્રમણના કારણે મોત થયાનું તારણ બહાર આવ્યું છે access_time 3:31 pm IST