Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રક્ષાબંધનના દિવસે સુરત મનપાની બહેનોને ભેટ : બસમાં કરી શકશે વિનામુલ્યે મુસાફરી

તમામ રૂટની સીટી બસ અને બીઆરટીએસ બસમાં બહેનોને વિનામૂલ્યે મુસાફરી :કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં નહીં આવે

રક્ષાબંધનના પર્વને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ બહેનોને અનોખી ભેંટ આપવામાં આવી છે.

રક્ષાબંધનના દિવસે શહેરમાં દોડતી સીટી અને બીઆરટીએસ બસમાં બહેનો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે શહેરમાં દોડતી તમામ રૂટની સીટી બસ અને બીઆરટીએસ બસમાં બહેનોને વિનામૂલ્યે મુસાફરી કરાવવામાં આવશે. અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં નહીં આવે. આ નિર્ણય ખાસ કરીને રક્ષાબંધનને લઈને કરવામાં આવ્યો છે. અને બહેનોને ભેંટ સ્વરૂપે આપવામાં આવ્યો છે.

પાલિકા દ્વારા દર વર્ષે બહેનો માટે રક્ષાબંધનના દિવસે સીટી બસ અને બીઆરટીએસ બસમાં મફતમાં મુસાફરી કરાવવામાં આવે છે. એક બાજુ કોરોનાના કેસો વધ્યા હતા ત્યારે સીટી બસ સેવા અને બીઆરટીએસ બસસેવા બંધ કરવામાં આવી હતી. શહેરમાં આ સેવાનો લાભ અસંખ્ય મુસાફરો લેતા હોય છે.

(7:02 pm IST)