Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રક્ષાબંધન પર્વે નાગરિકોને શુભેચ્છાઓ

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રક્ષાબંધન પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.
 મુખ્યમંત્રીએ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના આ ઉમંગ પર્વે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, બહેનો પોતાના ભાઈના કાંડે જે રાખડી બાંધે છે તે પોતાના ભાઈની સદૈવ રક્ષા માટેની   નિસ્વાર્થ સેવા ભાવનાનું આગવું પ્રતિક છે.
 સમાજમાં સમરસતા, બંધુત્વ, ભાઈચારો અને આપસી પ્રેમના પ્રતિકનું આ પર્વ સૌ માટે ખૂશીઓ- ઉલ્લાસનું પર્વ બને તેવી મનોકામના પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રક્ષાબંધન પર્વે વ્યક્ત કરી છે.

(6:46 pm IST)