Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ખેડા જિલ્લા પોલીસે જુદી-જુદી 13 જગ્યાએ રમાતા શ્રાવણીયા જુગાર પર દરોડા પાડ્યા: 87 પત્તાપ્રેમીઓની 1.42 લાખથી વધુની મતા સાથે ધરપકડ

ખેડા:જિલ્લા પોલીસે જિલ્લાના વિવિધ ગામ-શહેરની કુલ ૧૩ જગ્યાઓ ઉપર દરોડા પાડી પત્તાપાનાનો જુગાર રમતાં કુલ ૮૭ જુગારીઓને ઝડપી પાડી પોલીસે કુલ .૨૩ લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના કાલસર ગામમાં રહેતાં આબીદમીયાં મલેકની ઘરની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં ડાકોર પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં આબીદમીયાં શેખ, અખ્તરમીયાં પઠાણ, મહંમદહનીફ શેખ અને નાજીમમીયાં મલેક કે જેઓ પોલીસને હાથતાળી આપી ભાગી છુટ્યા હતા જ્યારે મેહબુબમીયાં મલેક, મોમીનમીયાં મલેક, આબીદમીયાં મલેક, મુસ્તાકમીયાં ઉર્ફે જાડો શેખ, સલીમમીયાં મલેક, સરફરાજખાન પઠાણ, અને કલીમમીયા ઉર્ફે બીટ્ટુ મલેક પકડાઈ જવા પામ્યા હતા. પકડાયેલા સાતેય શખ્સોની અંગજડતીમાંથી ૭૩૨૦ દાવ પરથી ૩૧૫૦ તેમજ ૧૦ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૨૦,૦૦૦ મળી કુલ ૩૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કુલ ૧૧ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(5:31 pm IST)