Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

તારાપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના જુનિયર એન્જીનીયર 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાતા ચકચાર: ગુનો દાખલ થતા વધુ તજવીજ હાથ ધરાઈ

તારાપુર: શહેર  ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લી.નો જુનિયર એન્જિનિયર આજે સાંજના સુમારે નવા બનાવેલા વે-બ્રીજના વીજ કનેક્શનના જોડાણ માટેના વ્યવહાર પેટે માંગેલી દશ હજારની લાંચ લેતાં રંગેહાથે ઝડપાઈ જવા પામતાં ચકચાર મચી જવા પામી છે. આણંદ એસીબીએ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ માટે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે

 


મળતી વિગતો અનુસાર એક જાગૃત નાગરિકે ઈન્દ્રણજ ગામે આવેલા તારાપુર-વટામણ હાઈવે રોડ ઉપર નવુ વે બ્રીજ બનાવ્યું હતુ. જેનું વીજ કનેક્શન મહિનાની અંદર લીધું હતુ. જો કે વીજ કનેક્શન આપતી વખતે વ્યવહાર પેટે તારાપુર એમજીવીસીએલના જુનિયર એન્જિનિયર ઈરફાનભાઈ યુનુશભાઈ વ્હોરા દ્વારા ૧૦ હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. વીજ કનેક્શન અપાઈ ગયા બાદ છાશવારે જુનિયર એન્જિનિયર ઈરફાનભાઈ વ્હોરા ફોન કરીન ેતેમજ એસએમએસ કરીને લાંચની માંગણી કરતા હતા. જો લાંચની રકમ નહીં આપવામાં આવે તો કોઈને કોઈ બહાનુ કાઢીને વીજ કનેક્શન કાપી નાંખતા બે મિનિટથી વધુ વાર નહીં લાગે તેવી ધમકીઓ પણ આપવામાં આવતી હતી
 

(5:28 pm IST)