Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

હેમંત ચૌહાણે કહ્યું હું ભાજપમાં જોડાયો નથી:કોઈ પક્ષ સાથે જઈને મારી નામના હલકી કરવા માંગતો નથી

ભૂતકાળમાં ટિકિટની ઓફર હતી તો પણ ના પાડી : કોંગ્રેસ વખતે પણ અમારા સન્માન થયેલા છે

અમદાવાદ : ભાજપના સદસ્યતા અભિયાનમાં નામાંકિત કલાકારોએ ભાજપ પાર્ટીની સદસ્યતા અપનાવી છે. જોકે, જાણીતા ગાયક કલાકાર હેમંત ચૌહાણે ભાજપમાં જોડાયો નથી તેવો ખુલાસો કર્યો છે.

   તેઓએ કહ્યુ હતુ કે, કલાકારોનું જાહેરમા સન્માન થતુ હોય તો સિનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે અને આથી હું ત્યાં હાજર હતો.ભૂતકાળમાં મને ટિકિટ આપવાની વાત કરી હતી તો પણ મેં ના પાડી દીધી હતી.

 કોંગ્રેસ વખતે પણ અમારા સન્માન થયેલા છે પણ કોઈ પક્ષ સાથે જઈ મારી નામના હલકી કરવા માંગતો નથી.તેમ હેમંત ચૌહાણે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં કહ્યુ હતુ.

(6:05 pm IST)