Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

કાંકરેજ પણ ભાજપે આંચકી લીધી :તાલુકા પંચાયતમાં સતા કબ્જે : કોંગી સભ્યોએ ભાજપ તરફી કર્યું મતદાન

કાંકરેજ તાલુકા પંચાયત પરથી કોંગ્રેસે પકડ ગુમાવી છે. ભાજપે સત્તા આંચકી લીધી છે. તેજા દેસાઇની તાલુકા પંચાયત પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

  કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોએ ભાજપ તરફી મતદાન કર્યુ છે. જેને કારણે ભાજપ સત્તા સ્થાને બિરાજ્યુ છે. ભાજપને 19 મત મળ્યા છે.જ્યારે કોંગ્રેસને માત્ર 11 મત.મળ્યા હતા 

(1:41 pm IST)