Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

જંબુસરમાં મહિલા સાથેના ઝગડામાં પતિની હત્યા કેસમાં માતા-પુત્રને આજીવન કેદની સજા ફટકારાઇ

પરિવારના સભ્યો સામે ગુન્હો નોંધાયા બાદ કેસ દરમિયાન પિતાનું મોત થયેલ ;માતા પુત્રને કસૂરવાર ઠેરવી સજા ફટકારી

જંબુસર:એક મહિલા સાથે વર્ષ 2012માં સામાન્ય બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલાં પરિવારે મહિલાના પતિ સાથે ઝઘડો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે અંગે માતા-પિતા અને પુત્ર સામે કેસ ચાલી ગયો હતો કેસ દરમિયાન પિતાનું મોત નીપજ્યું હતું. અદાલતે કેસમાં માતા-પુત્રને કસુરવાર ઠેરવી તેમને આજીવન કેદની સજા ફટકારી હતી    સરકારી વકીલ રૂગેશ. જે. દેસાઇએ કેસની વિગત આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 2012માં 31મી મેના રોજ રાત્રે ધનીબેન તેમજ તેમના પરિવારજનો ઘર પાસે બેઠાં હતાં. થુકવા બાબતે પાડોશી શંકર રણછોડ રાઠોડે તેમની સાથે ઝઘડો કર્યો હતો. જેનું ઉપરાણું લઇ શારદા તથા પુત્ર મનીષે મારક હથિયારો સાથે તેમની ઉપર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેમનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. જંબુસર પોલીસે ગુનો નોંધ્યો હતો. જે કેસ અદાલતમાં કેસ ચાલી ગયો હતો. કેસ દરમિયાનમાં શંકર રાઠોડનું મોત થયું હતું.
   કેસમાં સરકારી વકીલ આર. જે. દેસાઇની દલીલોને ગ્રાહ્ય રાખી ભરૂચના પાંચમા એડિશનલ સેશન્સ જજ એન. એસ. સિદ્દીકીએ આરોપી શંકર રાઠોડ કેસ દરમિયાન ગુજરી ગયાં હોઇ તેમની પત્ની શારદા, પુત્ર મનીષને હત્યા, એકબીજાની મદદગારી, એટ્રોસિટીની કલમ હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી.

(1:32 pm IST)