Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ડભોઈના રાજપુરા ગામના યુવકે બ્રિજ પરથી ઓરસંગ નદીમાં ઝંપલાવ્યું ;શોધખોળ શરૂ

પરિવારજનો અને ગ્રામજનો દોડ્યા ;પોલીસ પણ ઘટના સથળે પહોંચી

ડભોઇ તાલુકાનાં રાજપૂરા ગામના 19 વર્ષીય યુવકે ઓરસંગ  નદીમાં ઝંપલાવ્યું છે.આ અંગેની વિગત મુજબ ડભોઇ તાલુકાનાં ચણવાડા નજીક આવેલી ઓરસંગ નદી ઉપર પોતાની બાઇક મૂકી બ્રીજ ઉપરથી નદીમાં જંપલાવ્યું હતું.

 તપાસમાં યુવકનું નામ તીર્થરાજ ઉર્ફે રાહુલ વિઠ્ઠલભાઈ તડવી હોવાનું સામે આવ્યું છે. જાણ થતા જ યુવકના પરીવારજનો અને ગ્રામજનો દોડી આવ્યા હતા અને સ્થાનીક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

(9:35 pm IST)