Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

છોટા ઉદેપુરમાં પ્રેમી પંખીડાને તાલિબાની સજા : ઝાડ સાથે બાંધીને માર -મારવાના મામલે પોલીસે 9 લોકોની કરી ધરપકડ

યુવક યુવતી 10 દિવસ પહેલા લગ્ન કરવાના ઈરાદે ભાગી ગયેલા : બંને પકડાઈ ગયા બાદ ગામમાં લાવીને ઝાડ સાથે બાંધી માર મરાયો હતો

છોટા ઉદેપુર જિલ્લાના આદીવાસી વિસ્તારોમાંથી તાલિબાની સજા આપતા હોવાના બનાવો વારંવાર સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને યુવક અને યુવતીઓ એકબીજા સાથે પ્રેમ કરી પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવાના ઈરાદે ભાગી જતા હોય છે. આ કિસ્સામાં પકડાઈ જાય તો પોલીસને જાણ કરવામાં આવતી નથી, પરંતુ તેમણે તાલિબાની સજા આપવામાં આવે છે. કાયદાને આ લોકો હાથમાં લેતા હોય છે.

છેલ્લા એક માસમાં આવા બે બનાવ બન્યા છે. હાલમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ચીલર વાંટ ગામમાં એક ઝાડ સાથે બે પ્રેમી પંખીડાઓને બાંધી દેવામાં આવ્યા હતા. આ લોકોની ભૂલ એ જ હતી કે યુવક- યુવતી એક બીજાને પ્રેમ કરતા હતા. તેઓ 10 દિવસ પહેલા લગ્ન કરવાના ઈરાદે ભાગી ગયા હતા. જોકે આ બંને પકડાઈ ગયા હતા. બાદમાં તેમને ગામમાં લઈ આવી ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા અને યુવતીના પરિવારના લોકોએ યુવતી અને યુવકને ઢોર માર માર્યો હતો.

યુવક અને યુવતી હેવાન બની ગયેલા લોકોના ચુંગલમાંથી છૂટવા માટેના તમામ પ્રયત્ન કર્યા પણ તેઓ છૂટી શક્યા નહતા. આ લોકો તેઓને લાકડીથી મારી રહ્યા હતા. યુવક અને યુવતી મારના કારણે બૂમા બૂમ કરી રહ્યા હતા પણ તેમને છોડવાનાર કોઈ નહતું . જોકે કોઈએ આ વીડિયો તેના મોબાઈલમાં ઉતારી અને વાયરલ કર્યો હતો, જેની જાણ પોલીસને મળતા તાત્કાલિક ગામમાં પહોચી હતી અને 9 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા

(12:26 am IST)