Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

સોમવતી અમાસે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગોરા ખાતેના સૂલપાણેશ્વર મહાદેવ મંદિરે પૂજા- અર્ચના કરી

 

(ભરત શાહ દ્વારારાજપીપળા : આજે સોમવતી અમાસના દિવસે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેવડિયા કોલોની પાસે ગોરા ખાતેના સૂલપાણેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરી હતી.

 

દર વર્ષે સૂલપાણેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા શિક્ષણ મંત્રી પુંજા બાદ પત્રકારો ને જણાવ્યું હતું કેહાલ રાજ્યમાં શાળાઓ ખોલવા માટે કોઈ ઉતાવળ કરવામાં નહીં આવે,અમારા માટે બાળક નું હિત અને બાળકનું સ્વાસ્થ્ય મહત્વ નું છે.

 

આરોગ્ય વિભાગ અને આરોગ્ય ના નિષ્ણાતો જે નિર્ણય આપશે ત્યારબાદ અમે શાળા ખોલવાનો નિર્ણય કરીશું સાથે અભ્યાસ ક્રમ ઘટાડા બાબતે માધ્યમિક શિક્ષણ બોર્ડ ને કામગીરી સોંપવામાં આવી છે જેમાં ધોરણ માં એટલો અભ્યાસક્રમ રાખવો જેથી તે વિદ્યાર્થીઓને 10 માં ધોરણમાં ઉપયોગ માં લેવાય એવુ 1 થી 8 ધોરણ માં પણ કરવામાં આવે માટે કમિટી ની રચના કરવામાં આવી છે. કમિટી જે રીતે નિર્ણય લેશે તે પ્રમાણે અભ્યાસક્રમ રાખવામાં આવશે,અભ્યાસક્રમ 20 ટકા હોઈ કે 30 ટકા પણ હોઈ શકે કમિટી નક્કી કરશે ત્યારબાદ અમે નિર્ણય કરીશું કે કેટલો અભ્યાસક્રમ રાખવો તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જણાવ્યું હતું.

(11:28 pm IST)