Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

સુરતના નાનપુરામાં છેડતીના મુદ્દે હુમલો કરતા થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

સુરત : નાનપુરા માછીવાડના હોડી મહોલ્લોમાં ઘર નં. 1/2385માં રહેતા વિપુલ ઉર્ફે વિપુલ માછી જશવંત ખેરાવાલા અને તેના ભાઇ સંદીપ ઉર્ફે બાડો ખેરાવાલાએ દોઢ મહિના અગાઉ મહોલ્લાની છોકરીની છેડતી કરી હતી. મુદ્દે મહોલ્લાના રહેવાસીઓએ વિપુલ અને સંદીપને ઠપકો આપ્યો હતો અને પોલીસમાં અરજી પણ કરી હતી. અદાવતમાં ગત રાત્રે 10.30 વાગ્યાના અરસામાં સંદીપ ઉર્ફે બાડો (..31) અને તેનો મિત્ર હિરેન નરેશ બાબરીયા (.. 26 રહે. સપના એપાર્ટમેન્ટ, એલ.પી. સવાણી સર્કલ નજીક, અડાજણ) હોડી મહોલ્લામાં બેઠા હતા

ત્યારે ઉમંગ ભગવાનભાઇ, અરૂણ ઉર્ફે બોબડો ઇશ્વર ભાવનગરી, મેહુલ ઉર્ફે ગબ્બર, નિરંજન મુળશંકર ભીમપોરીયા (.. 48 રહે. ઘર નં.1/2326 હોડી મહોલ્લો, માછીવાડ, નાનપુરા), અરૂણ બોબડાનો ભાણેજ ભુરી અને હેની તથા મેહુલ સહિત છથી સાત જણા ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે ઘસી આવ્યા હતા. તમામે સંદીપ અને હિરેનને ઘેરી લઇ તેમની પર હુમલો કર્યો હતો. સંદીપ અને હિરેને સ્વબચાવમાં વળતો હુમલો કર્યો હતો. સામ-સામે થયેલી મારામારીમાં ચપ્પુ વડે સંદીપને પેટ, છાતી પીઠ, જાંઘના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જયારે હિરેન અને નિરંજનને છાતીમાં ચપ્પુ વડે ઘુસાડી દેતા તેઓ પણ લોહીલુહાણ થઇ ગયા હતા

(5:47 pm IST)