Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સુરતમાં વરસાદની શરૂઆતમાં ગોલવાડ વિસ્તારમાં ચાર માળનું જર્જરિત મકાન ધરાશાયી થતા બાળકનો આબાદ બચાવ

સુરત: શહેરમાં વરસાદની શરૃઆત સાથે સેન્ટ્રલ ઝોનના ગોલવાડ વિસ્તારમાં ચાર માળનું એક જર્જરિત મકાન તુટી પડયું હતુ. કોલ મળતાંની સાથે ફાયર વિભાગનો સ્ટાફ ધસી ગયો હતો. દુર્ઘટનામાં એક બાળક દબાયો હતો તેને ફાયર વિભાગે સલામત રીતે બહાર કાઢી હોસ્પિટલ મોકલ્યો હતો. મકાનની સાથે અન્ય મકાનો હોવાથી આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. મ્યુનિ. વારંવાર નોટિસ આપી હોવા છતાં પણ મિલકતદારે મિલકત ખાલી કરતાં દુર્ઘટના બની હતી.

સુરત મ્યુનિ.ના કોટ વિસ્તારમાં ગોલવાડ અમદાવાદી શેરી નં.૨માં નરેશ ઠાકોરભાઈ રાણાના કબજાવાળું ગ્રાઉન્ડ ફ્લોર સાથે ચાર માળનું જુનું લાકડાનું મકાન હતુ. મકાન રવિવાર બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ધડાકાભેર બેસી ગયું હતુ. મિલકતનો એક તરફનો ભાગ ધરાશાયી થયાનો કોલ ફાયર વિભાગને 12.22 વાગ્યે મળ્યો હતો. જેથી ફાયર વિભાગ, એમ્યુલન્સ અને પોલીસ સ્ટાફ ધટના સ્થળે ધસી ગયો હતો. શેરીઓ સાંકડી હોવા ઉપરાંત આડેધડ પાર્કિંગ કરાયું હોવાથી ફાયર વિભાગને સ્થળ સુધી જવા માટે મુશ્કેલી પડી હતી. ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી શરૃ કરી હતી. જેમાં કાટમાળમાં એક બાળકના પગ દેખાતા હતા. જેથી ફાયરના સ્ટાફે કાળજી રાખીને 13 વર્ષના બાળક દેવ મનોજ રાણાને કાઢીને ફાયરની એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યો હતો. જર્જરિત મકાનમાં છેલ્લા ઘણાં વર્ષોથી જરીનું કારખાનું ચાલે છે. દુર્ઘટના બની ત્યારે મકાનમાં કેટલા માણસો હતા તેની કોઈને જાણ હતી. જેના કારણે ચારથી વધુ લોકો દબાયા હોવાની વાત વહેતી થઈ હતીજોકે, ફાયર વિભાગે સ્પષ્ટ જણાવ્યું કે, દુર્ઘટનામાં એક માત્ર બાળક દબાયો હતો, તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મિલકત જર્જરિત હોવાથી તેને ખાલી કરવા કે રિપેર કરવા માટે અનેક વખત મ્યુનિ. નોટિસ આપી હતી. મિલકતમાં પારિવારિક સમસ્યા હોવાથી તે રીપેર થઈ હતી. મ્યુનિ. માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હતો. કોઈ નક્કર પગલાં ભરાતા આજે દુર્ઘટના બની હતી. મિલકતની આસપાસ પણ વર્ષો જુની અનેક મિલકત હોવાથી તેમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. આસપાસના મિલકતદારો પોતાની કિમતી વસ્તુ કાઢવા માટે દોડાદોડી કરતાં નજરે પડયાં હતા. સ્થળ પર લોકોએ બિસ્માર મિલકત હોવાની વારંવારની ફરિયાદ છતાં મ્યુનિ. કોઈ કામગીરી કરતી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

(5:49 pm IST)