Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં બાળકોના રમવાની બાબતે બે શખ્સોએ માતાની છેડતી કરી પરેશાન કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ:ગોમતીપુર વિસ્તારની એક સોસાયટીમાં  બાળકો રમવા બબતે તકરાર થઇ હતી જેમાં બે સગા ભાઇએ ઉશ્કેરાઇને બાળકોની માતા સાથે ઝપાઝપી કરીને છેડતી કરી હતી અને ડ્રેસ પણ ફાડી કાઢ્યો હતો  અને મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ગોમતીપુર પોલીસે છેડતીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

વખતે તો તુ બચી ગઇ  હવે તો તેને જાનથી મારી નાખીશું  ધમકી આપી બે ભાઇ ફરાર

 ગોેમતીપુર વિસ્તારમાં રાયપુર મીલ પાસેની સોસાયટીમાં ગઇકાલે સાંજે બાળકોને પડોશી ધમકાવી રહ્યા હતા જેથી માતાએ આવુ નહી કરવાનું રહેતા બેભાઇએ તકરાર કરીને મહિલોને જાહેરમાં માર માર્યો હતો અને મહિલાની છેડતી કરીને ડ્રેસ પણ ફાડી કાઢ્યો હતો. બુમાબુમ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા  સમયે બન્નંે ભાઇએ જતા જતા મહિલાને ધમકી આપી હતી કે વખતે તું બચી ગઇ છે હવે પછી તો તેને જાનથી મારી નાખીશુ કહીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા, મહિલાએ ઘટના અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતાં પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વિસ્તારમાં છેડતીના બનાવો વધતાં મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે.

(5:39 pm IST)