Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં ફરિયાદોના નિવારણ સામે બેદરકારી જોવા મળી

અમદાવાદ:મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં સામાન્ય નાગરીકની ફરીયાદ સાંભળનાર કે તેની ફરીયાદનું નિરાકરણ લાવનાર કોઈ છે નહીં. વાતની પ્રતિતી કરાવે છે લાલદરવાજા .એમ.ટી.એસ.ટર્મિનસના પાછળની તરફ આવેલો હોમગાર્ડ મેદાન વાળો રસ્તો. રસ્તો બિસ્માર અને ખાડા-ખૈયા વાળો બની ગયો છે.જેને રીપેર કરવા અંગે નાગરીક દ્વારા ડિસેમ્બર-૨૦૨૦થી રજુઆત કરવામાં આવી હોવાછતાં હજુ સુધી રસ્તો રીપેર કરવામાં આવ્યો નથી.

અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદના હાર્દ સમાન લાલદરવાજા વિસ્તારમાં નહેરૃબ્રિજ પહેલા હોમગાર્ડ મેદાન વાળો રસ્તો આવેલો છે. રસ્તો કેટલાય વખતથી ખખડધજ અને બિસ્માર હાલતમાં છે.રસ્તા ઉપર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. કારણથી રસ્તેથી પસાર થતા શહેરીજનો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.રસ્તા ઉપર નિયમિત સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી. કારણથી રસ્તા ઉપર કચરો અને ગંદકી  જોવા મળી રહ્યા છે. નાદુરસ્ત બની ગયેલા રસ્તાનું સમારકામ કરવા સામાજીક કાર્યકર દ્વારા ૧૪ ડિસેમ્બર-૨૦૨૦થી મ્યુનિસિપલ તંત્ર સમક્ષ રજુઆત કરાઈ છે.પરંતુ હજુ સુધી રસ્તાનું સમારકામ કરવામાં આવ્યુ નથી.

(5:36 pm IST)