Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પૂર્વ અને ઉત્તર ગુજરાત પંથકમાં ૫ ઈંચઃ દક્ષિણ ગુજરાતમાં ૨ ઈંચ

રાજયનાં ૩૩ જીલ્લાના ૧૭૦ તાલુકાઓમાં ઝરમરથી ૫ ઈંચ સુધીનો વરસાદ

 (જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી,તા.૨૧:  ચોમાસા ની સીઝન નાં આરંભથી મેઘરાજા ઓળઘોળ થઈ રહિયા છે, રાજયનાં અનેક વિસ્‍તારોમાં ઝરમર ઝાપટાં થી ૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જેમા સૌથી વધું મહેર પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાવી છે.

ફ્‌લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદનાં મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો મહેમદાવાદ ૧૨૧ મીમી, સિદ્ધપુર ૧૧૪ મિમી, પાલનપુર ૯૭ મીમી, ખેડા ૮૫ મીમી, કાલાવડ ૮૪ મીમી, માતર ૭૪ મીમી, વડગામ ૬૫ મીમી, માંડલ ૬૦ મીમી, ઉંઝા ૫૭ મીમી, ઘોઘંબા ૫૪ મીમી, ઉમરપાડા ૫૩ મીમી, વાપી ૫૧ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત કઠલાલ ૪૮ મીમી, માળિયા મિયાણા ૪૬ મીમી, કડી ૪૫ મીમી, રાજકોટ ૪૩ મીમી, પાદરા ૪૩ મીમી, નડિયાદ ૪૨ મીમી, રાધનપુર ૪૦ મીમી, કપરાડા ૪૦ મીમી, આણંદ ૩૯ મીમી, દસાડા ૩૭ મીમી, વડીયા ૩૭ મીમી, કપડવંજ ૩૭ મીમી, મૂળી ૩૫ મીમી, થાનગઢ ૩૫ મીમી, કોટડાસાંગાણી ૩૪ મીમી. ટંકારા ૩૩ મીમી, ધોળકા ૩૨ મીમી, વાંકાનેર ૩૧ મીમી, જેતપુરપાવી ૩૧ મીમી વલસાડ ૨૯ મીમી, શંખેશ્વર ૨૭ મીમી, દેત્રોજ ૨૬ મીમી, વિરમગામ ૨૬ મીમી, વાસો ૨૬ મીમી, જાંબુઘોડા ૨૬ મીમી, અને ગોંડલ તથા તિલકવાડા ૨૫ મીમી વરસાદ નોંધાયેલ છે.

     આ ઉપરાંત રાજ્‍યના ૧૩૨ તાલુકા ઓ માં ૧ થી ૨૪ મીમી સુઘી નો વરસાદ નોંધાયો છે, આ લખાઈ રહ્યું છે ત્‍યારે એટલે કે સવારે ૧૦ કલાકે મધ્‍ય તથા સાઉથ ગુજરાત માં મેઘરાજા વરસી રહિયા હોવાની માહિતી મળી રહી છે.

(12:33 pm IST)