Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ગુજરાતમાં ૪૮ લાખ લોકોએ રસીના બન્ને ડોઝ મુકાવી લીધા

ગઇ કાલે ૧,૯૬,૩૯૨ લોકોનું રસીકરણ : રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨,૨૦,૬૮,૩૦૨ ડોઝ અપાયા : આજથી ઓનલાઇન નોંધણી વિના પણ રસી અપાશે

રાજકોટ,તા. ૨૧: રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ (આઇ.એ.એસ)ના માર્ગદર્શન હેઠળ રસીકરણ અભિયાન દેશવ્યાપી પ્રથમ નંબર સાથે વેગ પકડી રહ્યું છે. અત્યાર સુધીમાં ૪૮ લાખથી વધુ લોકોએ રસીના બન્ને ડોઝ મુકાવી દીધા છે. આજથી તમામ લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન મરજિયાત થઇ ગયું છે. સીધા રસીકરણ કેન્દ્ર પર જઇને ઓનલાઇન રજીસ્ટ્રેશનથી રસી મુકાવી શકાય છે.

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓ અને પ્રથમ હરોળના કોરોના યૌધ્ધાઓ સહિત ૧૧,૨૩૦,૭૧ લોકોએ રસીના બન્ને ડોઝ મૂકાવ્યા છે. ૪૫ વર્ષેથી  ઉપરના ૩૬,૦૦૦,૫૯ લોકોએ રસીના બન્ને ડોઝ મુકાવી દીધા છે. ૧૮ થી ૪૪ વર્ષની વચ્ચેના લોકોને તા. ૧ મેથી રસી આપવાનું શરૂ થયું છે. આ વર્ગના ૯૧,૪૫૨ લોકોએ બન્ને ડોઝ પુરા કર્યા છે. અત્યાર સુધીમાં રસીના બન્ને ડોઝ મુકાવી દીધા હોય તેવા લોકોની કુલ સંખ્યા ૪૮,૧૪,૫૮૨ થાય છે. ગઇ કાલે રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે ૧,૯૬,૩૮૨ લોકોએ રસી મુકાવી હતી.

રસીના પહેલા -બીજા સહિત ગઇ કાલ સાંજ સુધીમાં કુલ ૨,૨૦,૬૮,૩૮૨ ડોઝ અપાઇ ગયા છે. આજથી રસીકરણ પ્રક્રિયા સરળ બનતા રસી લેનારાઓની સંખ્યા વધવાની આશા છે. કોરોના સામે રસીકરણ મજબુત હથિયાર ગણાય છે. સંભવિત ત્રીજી લહેર પૂર્વે સરકાર મોટા પાયે રસીકરણ કરવા માંગે છે. રાજ્યમાં કુલ ૪ાા કરોડ લોકો રસી મુકાવવા પાત્ર છે.

રસીકરણના બીજા ડોઝના આંકડા

કોરોના યૌધ્ધાઓ       ૧૧,૨૩૦,૭૧

૪૫ વર્ષથી ઉપરના     ૩૬,૦૦૦,૫૯

૧૮ થી ૪૪ વર્ષના      ૦૦,૯૧,૪૫૨

કુલ             ૪૮,૧૪,૫૮૨

(11:20 am IST)