Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

પેટલાદ તાલુકાના અગાસ ગામે નશો કરવાના પૈસા ન આપતા ભત્રીજાનો કાકા પર જીવલેણ હુમલો

પેટલાદ :તાલુકાના અગાસ ગામે આવેલા પ્રજાપતિવાસમાં ગઈકાલે બપોરના સુમારે દારૂ પીવાના રૂપિયા ના આપતાં ભત્રીજાએ કુહાડીથી સુઈ રહેલા કાકા ઉપર હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે પેટલાદ રૂરલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભગવાનભાઈ ઉર્ફે ભોલો દિનેશભાઈ વાળંદ પ્રજાપતિવાસમાં રહે છે અને સલુનની દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે. નંદનપુરા કોલોનીમાં તેનો પિતરાઈ ભાઈ સંજયભાઈ નાનજીભાઈ વાળંદ રહે છે. તે દારૂ પીવાની ટેવવાળો થઈ ગયો હોય અવારનવાર ભગવાનભાઈના પિતા દિનેશભાઈ પાસેથી પૈસા લઈ જતો હતો. ગઈકાલે પણ સંજયે કાકા દિનેસભાઈ પાસે આવીને પૈસાની માંગણી કરી હતી. પરંતુ દિનેશભાઈએ રૂપિયા આપવાની ના પાડતાં સંજયે ગમે તેવી ગાળો બોલી હતી અને હું પછીથી જોઈ લઈશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો. દિનેશભાઈ વાળંદ નવરાત્રીના ઉપવાસ બપોરના સુમારે ઓસરીમાં સુઈ ગયા હતા ત્યારે સંજયભાઈ વાળંદ કુહાડી લઈને આવી ચઢ્યો હતો અને દિનેશભાઈના મોઢાના ભાગે, કપાળના મધ્યભાગે તેમજ જમણી આંખ ઉપર, દાઢીના ભાગે ઘા મારીને ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ થઈ ગયેલા દિનેશભાઈને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(5:07 pm IST)
  • કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના કાર્યાલયમાં મંત્રણાનો દોર શરૂ : જે રાજયોમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે તે રાજયોની આર્મી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવી આમ પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવે તેવા વિચાર કરી રહ્યા છે access_time 12:43 pm IST

  • અમેરિકા : જ્યોર્જ ફ્લોયડના મૃત્યુમાં ભૂતપૂર્વ મિનીએપોલિસ અધિકારી ડેરેક ચૌવિનને ખૂન અને હત્યાકાંડના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. ફ્લોયડના મોતથી જાતિવાદ સામે વિશ્વવ્યાપી વિરોધ પ્રદર્શિત થયો હતો, જ્યારે વીડિયો બતાવવામાં આવ્યું હતું કે ચૌવિને તેના ગળા પર ઘૂંટણ લગાવીને જમીન પર ફ્લોઇડને દબાવવાથી તે મોતને ભેટ્યા હતા. access_time 10:07 am IST

  • રાજકોટમાં ગરમીમાં આંશિક રાહતઃ ૩૯ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 4:08 pm IST