Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

વડોદરાના હોટ સ્પોટ વિસ્તારોમાં BSFની ટુકડી તૈનાત:કડક કાર્યવાહી કરવા આદેશ

તાંદલજા વિસ્તારમા બી.એસ.એફ જવાનો દ્વારા પેટ્રોલિંગ

 

વડોદરા : શહેરમાં કોરોના વાઇરસના વધતા કહેર વચ્ચે વહીવટી તંત્ર દ્વારા કેટલાક વિસ્તારને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. લોકડાઉનનું કડક પાલન કરાવવા શહેર પોલીસ દ્વારા સતત કામગીરી કરાઈ રહી છે ઉપરાંત તંત્ર દ્વારા બી.એસ.એફની પણ મદદ લેવામાં આવી છે. શહેર માં રેડ ઝોન જાહેર કરાયેલા જુદાજુદા વિસ્તાર માં બી.એસ.એફ ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

આજે રેડ ઝોન જાહેર કરાયેલા તાંદલજા વિસ્તારમા બી.એસ.એફ જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. લોકડાઉન હોવા છતાં કેટલાક લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળતા હોવાની ફરિયાદનાં પગલે હવે તંત્રએ અર્ધ લશ્કરી દળોની મદદ લેવાનું ચાલુ કર્યું છે. તમામ સ્થળો પર પોલીસ પહોંચી શકતી નથી જેથી હવે અર્દ લશ્કરી દળોની પણ મદદ લેવામાં આવી રહી છે.

પોલીસ અત્યાર સુધી લોકોને સમજાવી ને કામ ચલાવતી હતી. જો કે હવે બી.એસ.એફ ના જવાનોને જવાબદારી સોપાતા લકડાઉનનો ભંગ કરનાર નાગરિકોની ખેર નથી. લશ્કરી શાસન પહેલાથી આકરૂ ગણવામાં આવે છે. ત્યારે દુધ દવાનાં નામે બહાર નિકળી જનારા નાગરિકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

(12:23 am IST)