Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

દારૂ પીતા વીડિયો વાયરલ થતા અડાજણ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલની ધરપકડ

દારૂ પાર્ટી કરતો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરકલ થયો હતો

 

 સુરતમાં લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલનો દારૂની મહેફિલ માણતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર મામલે પોલીસ અધિકારીઓને જાણ થતા દારૂ પાર્ટી કરી રહેલા હેડ કોન્સ્ટેબલની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લેવાઈ છે સુરતના એક પોલીસકર્મીનો અડાજણ પ્રાઈમ આર્કેડ નજીક આવેલી વિશ્વકર્મા વેલ્ડિંગ નામની દુકાનમાં દારૂ પાર્ટી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વાત પોલીસ અધિકારીના ધ્યાને આવતા પોલીસ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દારૂ પાર્ટી કરી રહેલો કોન્સ્ટેબલ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ રાજુ ગઢવી છે. પોલીસ દ્વારા કોસ્ટેબલ રાજુ ગઢવી સામે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

(12:18 am IST)