Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

સુરતના રેડ ઝોનની ચેકપોસ્ટ પર જવાનને બચકું ભર્યું : ઝડપાયેલો યુવકે કહ્યું હું HIV પોઝિટિવ છું

યુવક પાસેથી નીકળી એન્ટી HIVની દવાઓ નીકળતા જવાનને હોસ્પિટલે ખસેડાયો

 

સુરતના રાંદેરના રામનગર વિસ્તારમાં આવેલી રેડ ઝોનની ચેકપોસ્ટ ઉપર CISFનો એક જવાન કર્ફ્યુને લઇને પોતાની ફરજ બજાવી રહ્યો હતો ત્યારે એક યુવક લટાર મારવા નીકળતા જવાને તેને ઝડપી લેવાનો પ્રયાસ કર્યો હતો તો તેણે જવાનના હાથમાંથી છટકવા માટે જવાનની આંગળીમાં બચકું ભરી લીધું.

જો કે, જવાનની પક્કડ મજબૂત રહેતા અંતે યુવક ઝડપાઇ ગયો હતો, જો કે, ઝડપાઈ ગયેલા યુવકે પોલીસને કહ્યુ હું HIV પોઝીટીવ છું એમ જણાવતા મામલો વધુ ગંભીર બન્યો હતો. સાથે યુવકની તપાસ કરવામાં આવતા યુવક પાસેથી નીકળી એન્ટી HIVની દવાઓ નીકળતા CISF જવાનને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

(12:13 am IST)